કોરોનાના કારણે માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે. શાળાઓ બંધ હોવાના કારણે ઘણા સમયથી શાળાઓ અને સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. સરકારે જ્યાં સુધી શાળા ખૂલે નહીં ત્યાં સુધી ફી ન વસુલવા કહ્યું છે. આના માટે સ્કૂલો એ કરેલી પીઆઇએલ ની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે સરકાર આવો પ્રતિબંધ મૂકી શકે નહીં.
જ્યાં સુધી શાળાઓના રેગ્યુલર ક્લાસ ચાલુ નહીં થાય ત્યાં સુધી ખાનગી શાળાઓ ફી વસૂલી શકશે નહીં. તેવા રાજ્ય સરકારના નિર્ણય પર ગુજરાત હાઇકોર્ટ એક ટિપ્પણી કરી હતી કે સરકાર આવા પ્રતિબંધ મૂકી શકે નહીં અને જરૂર પડશે તો કોર્ટે આ મુદ્દે દખલ કરી શકે છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે ખાનગી શાળાઓ દ્વારા ફીનો મુદ્દો અને પ્રી- પ્રાઈમરીના બાળકો માટે ઓનલાઇન શિક્ષણના મુદ્દા અંગેની ત્રણ સુનાવણી કરી હતી.
એસોસીએશન ઓફ પ્રાઇવેટ ઇન્સટિટ્યૂશન્સે 16 જુલાઇના રોજ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ઠરાવને પડકારતી અરજી કરી હતી. જેમાં રાજ્ય સરકારે કેન્દ્રની ઓનલાઇન શિક્ષણ માટેની માર્ગદર્શિકાને સ્વીકારી હતી અને જ્યાં સુધી શાળાઓ ખૂલે નહીં ત્યાં સુધી વાલીઓમાં પાસેથી ફી ન લેવા કહ્યું હતું.
સરકારના પરિપત્ર સામે થયેલી અરજી માટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે તે દરમિયાન હાઈકોર્ટે જણાવ્યું કે સરકાર વાસ્તવિક શાળાની શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવી નહીં. આવો ઠરાવ બહાર પાડી શકે નહીં.
કોર્ટેે કહ્યું કેે શાળાનો ખર્ચ અને વાલીઓની સમસ્યા વચ્ચેેેે સંતુલન જરૂરી છેેેે. રાજ્ય સરકારેે કોર્ટને જણાવ્યુંં કે શાળાના સંચાલકો સાથે વાત સંવાદ કર્યો. શાળા સંચાલકો કોઈપણ પ્રકારની બાંધ છોડ કરવા માટે તૈયાાર નહોતા. જેની સામે કોર્ટેે કહ્યું કેે અમે આ મુદ્દે શાળા સંચાલકોને પણ જરૂરી નિર્દેશ આપીશું. આગામી દિવસોમાં હાઇકોર્ટ દ્વારા વિગતવાર હુકમ જાહેર કરવામાં આવશે. સરકારનો ઠરાવ કાયદાથી વિપરિત હોવાથી સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.